સુરેન્દ્રનગર જિલ્લામાં “હર ઘર સ્વદેશી” અભિયાનને વધુ મજબૂત બનાવવા માટે ઝાલાવાડ ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત એક વિશેષ ઈ-બુકલેટ તૈયાર
સુરેન્દ્રનગર જિલ્લામાં “હર ઘર સ્વદેશી” અભિયાનને વધુ મજબૂત બનાવવા માટે ઝાલાવાડ ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત એક વિશેષ ઈ-બુકલેટ તૈયાર કરવામાં આવશે, જેમાં સ્થાનિક લોકોની ઘરઘાટી વાનગીઓ, સ્વદેશી સામગ્રીથી બનેલી રેસિપી, તેમજ ખાદ્ય સંસ્કૃતિ વિશેના આર્ટિકલ સામેલ કરવામાં આવશે. શહેરવાસીઓને પોતાની અનોખી અને પરંપરાગત વાનગીઓ મોકલીને અભિયાનનો ભાગ બનવા વિનંતિ છે.
સુરેન્દ્રનગર : “હર ઘર સ્વદેશી” અભિયાનને પ્રોત્સાહન આપવા જિલ્લામાં “ઝાલાવાડ ફૂડ ફેસ્ટિવલ”નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ફેસ્ટિવલના ભાગરૂપે એક વિશેષ ઈ-બુકલેટ તૈયાર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ ઈ-બુકલેટમાં ઝાલાવાડ અને સૌરાષ્ટ્રની પરંપરાગત ખાદ્ય સંસ્કૃતિ, ઘરઘાટી સ્વાદ, સ્વદેશી સામગ્રીથી બનેલી વાનગીઓ અને રસોઈના વારસાને માન આપવામાં આવશે.
ફેસ્ટિવલ આયોજકો દ્વારા શહેરના નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે કે તેઓ–
પોતાની ખાસ ઘરઘાટી રેસિપી
પરંપરાગત વાનગીઓ
તહેવારોની ખાસ વાનગીઓ
સ્વદેશી ખાદ્ય સામગ્રીનો ઉપયોગ કરતી ડિશ
ફૂડ કલ્ચર વિષેના નાના લેખ/આર્ટિકલ મોકલીને આ ઈ-બુકલેટના ભાગીદાર બને.
1️⃣ ઝાલાવાડ ફૂડ ફેસ્ટિવલ માટે રેસિપી મોકલવા અનુરોધ 2️⃣ “હર ઘર સ્વદેશી” હેઠળ ઈ-બુકલેટ માટે વાનગીઓ માંગ 3️⃣ પરંપરાગત વાનગીઓની રેસિપી મોકલો – ઝાલાવાડ ફૂડ ફેસ્ટિવલ
આ અભિયાનનો મુખ્ય હેતુ સ્થાનિક સ્વાદને આગળ ધપાવવો, સ્વદેશી રસોઈને પ્રોત્સાહન આપવું તથા આગામી પેઢી સુધી પરંપરાગત ખાદ્ય વારસાને સાચવી રાખવાનો છે. નાગરિકો દ્વારા મોકલાયેલ શ્રેષ્ઠ વાનગીઓ અને આર્ટિકલ ઈ-બુકલેટમાં સામેલ કરવામાં આવશે અને ફૂડ ફેસ્ટિવલ દરમિયાન પ્રકાશિત કરવામાં આવશે.
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાઃ
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા “આત્મનિર્ભર ભારત - હર ઘર સ્વદેશી” અભિયાનના ભાગરૂપે 19 થી 21 ડિસેમ્બર, 2025ના રોજ ત્રિદિવસીય “ઝાલાવાડ ફૂડ ફેસ્ટિવલ”નું આયોજન કરવામાં આવનાર છે.
આ ફૂડ ફેસ્ટિવલની સાથે-સાથે ઝાલાવાડ, સૌરાષ્ટ્ર, ગુજરાત તેમજ સમગ્ર ભારતની પરંપરાગત, સ્વદેશી અને સ્થાનિક ખાણીપીણીની વાનગીઓને પ્રોત્સાહન આપવા તથા તેનું સંરક્ષણ-પ્રચાર કરવા માટે એક વિશેષ ઈ-બુકલેટ તૈયાર કરવામાં આવી રહી છે.
આ ઈ-બુકલેટમાં સમાવેશ કરવા માટે સુરેન્દ્રનગર જિલ્લાના તમામ નાગરિકો, રસોઈ પ્રેમીઓ, હોમ-શેફ તેમજ ખાણીપીણીના જાણકારોને હાર્દિક આમંત્રણ આપવામાં આવે છે, કે પોતાની મનપસંદ પરંપરાગત કે સ્વદેશી વાનગીઓની રેસિપી (સામગ્રી અને રીતસરની સાથે), તેની ખાસિયત કે ઈતિહાસ સંબંધિત ટૂંકો આર્ટિકલ અથવા ઝાલાવાડની ખાણીપીણી સંસ્કૃતિ વિશેનું કોઈપણ લખાણ મોકલી આપે.
શું મોકલવાનું રહેશે?
- વાનગીની રેસિપી અથવા આર્ટિકલ (ગુજરાતી કે અંગ્રેજીમાં)
- તમારું પૂરું નામ, સરનામું અને મોબાઈલ નંબર
- પાસપોર્ટ સાઈઝનો ફોટો (ઈ-બુકલેટમાં નામ સાથે પ્રસિદ્ધિ માટે)
ક્યાં અને ક્યારે મોકલવું?
- ઈમેલ : pro-snmc@gujarat.gov.in
(Subject : ઝાલાવાડ ફૂડ ફેસ્ટિવલ ઈ-બુકલેટ)
અથવા રૂબરૂ : જનસંપર્ક અધિકારી, જનસંપર્ક વિભાગ, સુરેન્દ્રનગર મહાનગરપાલિકા.
છેલ્લી તારીખ : 19 ડિસેમ્બર, ૨૦૨૫
આ ઈ-બુકલેટમાં પસંદગી પામેલી દરેક રેસિપી/આર્ટિકલના લેખકને પ્રમાણપત્ર આપવામાં આવશે.
આ અવસરે ઝાલાવાડ તથા ગુજરાતની સમૃદ્ધ ખાણીપીણી વિરાસતને વિશ્વ સમક્ષ રજૂ કરવા તમામ નાગરિકો મહેરબાની કરીને પોતાનો સહયોગ આપે, અને "ઝાલાવાડ ફૂડ ફેસ્ટિવલ"માં સહભાગી બને તેવી અપીલ કરવામાં આવે છે.
આ "ઝાલાવાડ ફૂડ ફેસ્ટિવલ"માં ભાગ લેવા માટે QR Code સ્કેન કર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. જેમાં રૂ.1 હજાર રજીસ્ટ્રેશન ફી ભરવાની રહેશે, જે નોન-રિફન્ડેબલ છે. વધુમાં રજીસ્ટ્રેશન થયેલા પૈકી 30 સ્ટોલ ધારકોને સ્ટોલ ફાળવવામાં આવશે, પ્રત્યેક સ્ટોલ ધારક પોતાના સ્ટોલ પરથી વધુમાં વધુ પાંચ વાનગીઓનું જ વેચાણ કરી શકશે.
આ ઉપરાંત આ "ઝાલાવાડ ફૂડ ફેસ્ટિવલ"દરમિયાન આમંત્રિત સેફ દ્વારા નિરીક્ષણ કરવામાં આવશે, એટલે કે રસોઈ સ્પર્ધા પણ યોજાશે. આ બાબતે વધુ માહિતી માટે 8347070663 પર વોટ્સઅપ કરી શકાશે.
Comments